દોષીણી

હમણાં થોડા દિવસો પેહલા ફ઼ેસબુક મા એક ઇવેંટ યોજાય હતી. 8 માર્ચ ના મહિલા દીવસ ના રોજ મહિલાઓ ને માટે સમાજ મા કેટલીક જગ્યા એ તેની હાલ ની પરિસ્થિતિ મા પણ કેવી રીતે તેને સમાજ દ્વારા દોષી જાહેર કરવામા આવે છે તેના  ઉપર એક વાર્તા ની સરસ મજા ની ઇવેંટ હતી.જે nivarozin rajkumar દ્વારા યોજાયેલ હતી. કે જેમા કોઇપણ વ્યક્તિ કે જેને લખવાની ઇચ્છા હોય તે પોતાની વાર્તા મોકલી શકે. મે પણ તેમા ભાગ લેવાનો પ્રયત્ન કરેલો અને વાર્તા મોકલી પણ ખરી પરંતુ વાર્તા થોડી નાની બની હોવાથી ઇવેંટ મા મુકાય નહી. જો કે એ વાત નો અફસોસ નથી તેના થકી બીજ કેવું લખે  છે અને મારે કેવું લખવું જોયે એ પણ જાણ થય. તમે કેવું લખો છો કેવું વાંચો એનો ખ્યાલ આવી જાય છે. ક્યારેક ક્યારેક આવી ઇવેંટ પરથી કેવું વિચારવું એ પણ શીખવા મડે છે. જે હોય તે પણ મને તો વાર્તા લખવાની મજા આવી. અને આગળ
પણ આવી જ રીતે લખતો રહીશ. ખેર, ત્યા તો હુ મારી વાર્તા ના મૂકી શકયો પરંતુ અહી તો મૂકી જ શકુ ને…..

દોષીણી

      “મારે તેને પાઠ ભણાવવો જ પડશે. પણ કેવી રીતે?” આ સાથે જ માયા પોતાની પથારી ઉપરથી ઊભી થય ગય. અત્યારે રાતના એક વાગ્યે મનના એક વિચારે તેને જગાડી દીધી.
    “હું બીજા કોઈને એનો શિકાર નહીં બનવા દવ.”,તે બોલી ઉઠી,માયા. માયા એટલે ઓગણીસ વર્ષની જુવાન અને એકદમ કાયાએ સુંદર યુવતી કે જેનું મન અનેક મહત્ત્વકાંક્ષાઓથી ભરેલું,પોતાના માતાપિતાની એકને એક લાડકી દીકરી. પપ્પાની સૌથી વ્હાલી,પોતાના અભ્યાસમાં હંમેશા આગળ અને જાત મહેનતે રાજયની સૌથી સારી કોલેજમાં પોતાનો મનપસંદ અભ્યાસ કરતી હતી. અને આજે તે પોતાના માતાપિતા અને પોતાના જ સમાજની એક દોષીણી હતી.પણ એનો ગુનો શું હતો? એવુ તે શું થયું કે તે બધાંની નજરમાં દોષીણી બની ગય.
   આ વાત પણ બીજી બધી વાતની જેમ જ શરૂ થય.માયા,પોતાના કલાસની અને કોલેજની સુંદર છોકરીઓ માહેની  એક અને સ્વાભાવિક છે કે તેમને અનેક કોલેજી મિત્રો પણ હતા જ. અને તેમાંથી એક હતો, જય. જય દેખવે ઊંચો, ફીટ શરીર, તેના તે રેશ્મી વાળ,અને પોષક પહેરવાની તેની આગવી અદાથી તે બીજા બધા છોકરાઓમાં અલગ નીકળી આવતો .અનેક છોકરીઓ તેના પર ફિદા હતી.પણ જયનુ મન તો માયા પર જ આવી ગયું હતું ,જ્યારથી તેને પહેલી વાર જોય હતી .પોતના મિત્ર વર્તુળમાં ગમે ત્યારે માયાને કાઈ પણ વસ્તુની જરૂર પડે તો જય તુરંત તેને તે બાબતમાં મદદ કરતો , હા જોકે તે પણ જયની માયાની નજીક આવવા માટેની એક ચાલ રૂપ જ હતી.તેને બીજા મિત્રોને પણ માયાથી દૂર રહેવા ચેતવી દિધેલુ.તેને બસ માયા જ જોઈતી હતી. રાત – દિવસ એના જ સપના જોયા કરે કે કેવી રીતે તે એની બની જાય.જ્યારે બીજી બાજુ માયા માટે તો તેના બધા મિત્રો એક સમાન હતા.તે બધાને એક સારાં મિત્ર તરીકે જોતી હતી.
           જયએ તેને પોતાની તરફ કરવાંના અનેક પ્રયાસો કર્યા.પણ માયાને માટે જય એક મિત્ર જ હતો .છેવટે જયની ધીરજ ખુટી અને તેને આખરે પોતાના દિલની વાત માયાને કહી જ નાખી,” માયા, હું તને ચાહું છું.” અને વડતા જવાબમાં માયાએ પણ કહ્યું , ” જો જય, મને ખબર છે કે તુ મને ચાહે છે .પરંતુ હું તને એક મિત્રની નજરે જોવું છું.બીજા બધાની જેમ તુ પણ એક મારો સારો મિત્ર છે.અને આપણે અહીં રાજ્યની સૌથી સારી કૉલેજમાં ભણીએ છીએ .આ કૉલેજ માં એડમિશન લેવુએ બીજા કેટલાય લોકોનું સપનું છે . જ્યારે આપણે ખુશનસીબ છીએ કે આપણે અહીં અભ્યાસ કરીએ છીએ. મારો મુખ્ય ધ્યેય અભ્યાસ કરવાનો છે.હું અહીં અભ્યાસ સિવાય બીજું કશું જ કરવા નથી ઈચ્છતી.એક મિત્ર તરીકે તારે મારી કયારે પણ જરૂર પડે તો કહેજે,હું હાજર હોઇશ અને તને કાય પણ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે.” આ સાથે  જ માયા ત્યાંથી નીકળી ગય .

જોકે તે પછી પણ તે બને સારાં મિત્રોની જેમ જ સમય પસાર કરતા ,આગળની બધી વાતો ભૂલાવીને.પરંતુ જય નાં મગજમાં હજુ પણ સડવડાટ હતી . તેને હજું પણ માયા મિત્ર હોય એ પસંદ ના હતું.તેનું સ્થાન તેની નજરમાં મિત્રથી ઊંચુ જ હતું .હવે જય ની એક વખત ની ઇચ્છા આજે ધીમે ધીમે જિદ્દમાં ફરી ગય.તે સ્વભાવે ચીડીયો બનતો ગયો.કોલેજ માં  બધાની સાથે તે અસભ્યતાથી વર્તવા  લાગ્યો.તેને માયા માટે જુનુન સવાર થય ગયું હતું.અંતે જ્યારે માયા કેમ કરીને ના માની હોવાથી આખરી રસ્તા રૂપે જયએ તેને સમાજની નજરમાં બદનામ કરવાનુ વિચાર્યું.તેને એક પ્લાન બનાવ્યો.અને આ પ્લાન મુજબ તેને માયા ના અશ્લીલ ફોટા ખેંચ્યા.જોકે તેને પ્લાન એવી રીતે  બનાવ્યો હતો કે માયા ને હજું પણ આ વાત ની જાણ  નો હતી કે તેની સાથે કાય થયુ પણ છે કે નહી.જય ની દૂષણવ્રુતિ હવે વધી ગય હતી. તેને માયા ના આ ફોટોઓ કોલેજના તમામ નોટીસબોર્ડ પર મુકી દીધી અને સાથે જ એક નોટીસ પણ મુકી હતી જેમ લખ્યુ હતું,”મિત્રો મારા ફોટો કેવા લાગ્યા?મારા આ ફોટા ગમ્યા?”અને આ સાથે જ માયા કે જે એક સમયે એક હોશિયાર અને કાબેલ વિધ્યાર્થીનીમાંથી બધાની નજરમાં એક કલંકરૂપ થય ગય. પ્રોફેસર થી માંડીને  આખી કોલેજ તેને એક દોષી ની નજરે જોવા લાગી.પ્રિન્સિપાલ એ આ વાતની જાણ તેના ઘરે કરી.એકદમથી જ માયાની  જિંદગીમાં અંધકારરૂપી વાદળ છવાય ગયા.માયા સમજી નોહોતી સકતી કે આ વસ્તુ એની સાથે કરી કોણે? શા માટે ? મારો  ગુનો શો હતો ? સમાજની નજરમાં તેનું માન,સમ્માન,ઇજ્જત,આબરૂ ઘટી ગય.તેના ઘરના લોકો માટે પણ તે હવે દોષી  થવા પામી હતી.માયા એ બધા ને સમજાવા ની  કોશિશ કરી અને લોકો માની પણ જતા કે આવી હોશિયાર છોકરી કદી આવુ ના કરે જરૂર કોય બીજાએ જ આ કર્યુ હોવુ જોઈએ,પરંતુ તો પણ આ સમાજની નજરમાં ઓછી થયેલી આબરૂ પાછી મેળવવી મુશ્કેલ હતી.તે હજું પણ માનવજાત માટે એક દોષીણી જ હતી.અંતે માયા એ પોતાની જાતે તપાસ શરૂ કરી.આખરે તેને એક મિત્ર પાસેથી જાણ થય કે આ ક્રુત્ય જય એ કર્યુ છે.પરંતુ તેને એક પણ પુરાવો ના મળવાથી તે કાય જ ના કરી શકી.અને જય બચી ગયો.
       આ ઘટનાને આજે છ મહિના થય ગયા.સેમેસ્ટર બદલતા ક્લાસમાં બીજા વિધ્યાર્થીઓ માં પાછી જયની નજર એક બીજી છોકરી પર પડી.અને આજે તે તેના ક્રૂર સ્વભાવને લીધે બીજાની જિંદગી બરબાદ કરવા જય રહ્યો હતો.તેને તે છોકરી ને પણ જબરદસ્તી પોતાની તરફ આવવા કહ્યું પણ તે ના માની.અંતે તેને માયા માટેનો પ્લાન હવે તેની પણ અજમાવાનું વિચાર્યુ.જિંદગી બધાને બીજો મોકો આપે જ છે. માયાને તેના એક મિત્ર પાસેથી આ વાતની જાણ થય.માયા માટે આ એક મોકો હતો.આથી માયાએ પોતાની સાથે થયુ એ બીજાની સાથે ન થાય તે માટે અને પોતે દોષીણી ન હોતી એ સાબિત કરવારૂપ છેલ્લા રસ્તા તરફ વડી અને એ હતો જયને રંગે હાથે પકડવો.આથી તેને પણ પ્લાન બનાવ્યો.પ્લાન મુજબ જ્યારે જય પોતનુ દુષ્ટ ક્રુત્ય કરી રહ્યો હતો ત્યા પાછળથી માયા ઘટનાસ્થળે પહોંચીને પોતાના કેમેરામાં આખુ દ્રશ્ય રેકોર્ડ કરી નાખ્યુ.આ વખતે જયને આ વાતની જાણ પણ નો હતી.અને પ્લાન મુજબ માયા એ તેને પોતાનુ  દુષ્ટ ક્રુત્ય કરવા દીધું.અને બીજા દિવસે સવારે જય કોલેજના નોટીસબોર્ડ પર ફોટો ચોંટાડવા ગયો ત્યાં જ માયા કોલેજના  પ્રિન્સિપાલ અને પોલિસ સાથે ત્યાં આવી ચડી અને જય ને રંગે હાથી પકડી પાડયો.આખરે જય એ પણ પોતાનો ગુનો કબુલ્યો.અને આ સાથે જ માયાને પોતાની ખોવાયેલી ઇજ્જત, સ્વમાન પાછું મડયું. માયાએ પોતાની સ્ત્રિશક્તિનો પરચો બતાવીને  પોતાની જાતને દોષીણીમાંથી મુક્ત કરી.
      પણ ખરેખર શુ માયા દોષીણી હતી ?કે જય દોષી હતો ? કે પછી આ સમાજ કે જેને માયાની હકીકતને જાણ્યા સિવાય દોષીણી સમજી લીધી એ દોષી હતો ? શુ આ જ આપણો એકવીસમી સદીનો આધુનિક સમાજ છે ? કયારે જય જેવા લોકો સુધરશે ? કયારે સમાજ ની બધી સ્ત્રીઓ સ્વમાનથી જીવશે ? દોષીણીનો અભિસાપ શુ સ્ત્રીઓએ જ સહન કરવાનો ?

     

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s