એક પ્રસંગ

મને પ્રકૃતિ પહેલાંથી જ ગમે. કુદરતને ખોડે હોય ત્યારે એની મજા જ કાઈક અલગ હોય છે.  મન મુકીને કુદરતને માણવાનો લહાવો તો ક્યારેક જ મળે અને એ પણ નસીબદારને જ. (આ જમાનામાં). પ્રકૃતિ એ કુદરતે દિધેલી અમૂલ્ય ભેંટ છે. એમાં પણ મને પાછા આજનાં જમાનાના લોકોની જેમ થોડા થોડા દિવસે નવાં નવાં શોખ જાગ્યા રાખે. એમાં હમણાં ફોટોગ્રાફીનો ચસકો ચાલુ છે. અને એમાં પણ જો પ્રકૃતિની નજીક  હોય તોતો પુરું થય ગયું. બધી નાની નાની વસ્તુ પણ કેપ્ચર કરાય જ જાય. સવાલ જ નથીને બોસ!
         એમાં હમણાં જ એક વાર અહીં રાજકોટમાં પ્રાણીસંગ્રાહાલયમાં  બધાં મિત્રોએ જાવાનું નક્કી કરેલું. મનમાં તો કેદી’ની એની રાહ જોવાતી હતી. બન્યા પછી પહેલીવાર જાવાનું નક્કી કરેલું. બસ પછી શું ટાઈમ થયો ને પહોંચી ગયાં બધા મિત્રો. પ્રાણીસંગ્રાહાલય પણ ખરેખર સારું બનાવેલું.શાંત અને કુદરતી. માનસિક શાંતિ મળી રહે એવું. એમાં પણ ભાતભાતનાં
પ્રાણીઓના વિભાગો અને આજુબાજુ બધે છોડવા, ફૂલો અને વનસ્પતિ. બસ! મારે જોઈતું હતું એ બધું અવેલેબલ હતું. ફોટોગ્રાફી આખેર યાદ જ હતી. પછી શું લાગી ગયો કામે. પરંતુ બીજા મિત્રોને મારા માટે મારી ફોટોગ્રાફીની ટેવને લીધે થોડી રાહ જોવી પડતી. પછી તો એ ભી ટેવાઈ ગયાં અને આગળ જયને તેઓ ક્યાંક સારી જગ્યાએ બેસી જતાં. એમાં મારી પાસે કેમેરા સારો ન હોવાથી બધે જ નજીક જયને ફોટા પાડવા પડે. હું એમાં એકવાર ફુલના છોડનો ફોટા પાડતો હતો. છોડ નાનો હતો એટલે મારે નીચે બેસીને એનો કુદરતી ફોટો પાડવાનો પ્રયત્ન કરતો હતો. એટલામાં જ એક કોઈ અંદાજે મારા જેવડા  જ છોકરાઓનું એક ટોળું આવી ચડ્યું. એક જણે બીજાને  કહ્યું,”એલા, જોતો ઓલો શું કરે?” ત્યાં તેઓ નજીક આવીને મને પુછ્યુ,” આ શું કરે દોસ્ત?” મેં પણ જવાબ આપ્યો,”આ ફૂલની ફોટોગ્રાફી કરું છું. કેમેરો  નબળો હોવાથી ઓટોફોકસ કરવુ પડે છે.” ત્યાં જ પેલાએ બીજાને કહ્યું,”જો કાઈક શીખ આમાંથી.આમ ફોટા પડાય.” પછી મને  કહે જોરદાર હો બાકી. મને પણ આમ પ્રકૃતિના ફોટા પાડવા ગમે. પણ મારે કયારેય સરખા ફોટા આવતા જ નય. હવે સમજાયું કે કેમ સરખા નો’તા આવતા. એટલે મેં આતુરતાથી પુછ્યુ,”શા માટે?” તો એ કહે કે હું અત્યારસુધી પ્રકૃતિની નજીકથી જોઈ જ નથી.કયારેય આમ ફોટા પડાય એવું વિચાર્યું જ નય. પછી એને મેં પાડેલા ફોટા જોયા અને થેંક્સ કહીને વયો ગયો એક અજનબીની જેમ. પણ એક વાત એનામાંથી શીખવા જેવી હતી. એની કઈંક શીખવાની ઈચ્છા. એની આતુરતા અને ઓબ્સર્વેશન. જોકે મને પણ આનંદ થયો કે કોઈક મારા પાસેથી કાઈક શીખીને ગયું અને હું પણ કાઈક શીખ્યો. જીંદગીની સફરમાં ક્યારેક એવા લોકો પણ મળે છે જે કયાક કાઈકને કાઈક શીખવીને જાય છે. પણ જો તમારો ઓબ્સર્વેશન પાવર સારો હોય તો. આ પ્રસંગે ફરી મને યાદ અપાવ્યું કે શીખતા રહો અને શીખવતા.અને પછી હું પાછો પોતાના કામે વડગયો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s