મોડૅન લાઈફ

અરે ભાઈ જોઈને લાગે છે જલ્દીમાં છે ,અરે યાર શું કવ હમણાંથી તો ટાઈમ જ નથી હોતોને, શું  ભાઈ કેમ તબિયત નબળી રહે છે હમણાં,…!!!  મોટા ભાગે આવાં  ડાઈલોગ આજના જમાના માં કોમન થય ગયા છે. જે બાજુ જોવો તે બાજુ કોઈ પાસે પોતાના માટે પણ ટાઈમ નથી. સ્ત્રીઓ ને જોઈ તો ઘરકામ કા તો શોપીંગ કા તો પંચાત, જ્યારે મોસ્ટ ઓફ બાળકોમાં જોઈ તો બસ કા રમવુ કા ભણવાનું અને ઘર ના મોટા વ્યક્તિઓ મા પોતાના ધંધાની રામાયણ બસ. આધુનિક જીવન સાવ સંકુચીત થય ગયું છે. જેમાં કયાક સમયનો ભય માણસને સંકુચીત કરે છે. તો કયાક માણસની દેખાદેખી તો કયાક માણસનો અહંમ. બધો સરવાડો કરો એટલે હતા ત્યાં જ હોય.
  આજે બધાંને બધું ઈનસ્ટન્ટ જોઈ છે. કોઈ પાસે ફુરસદનો ટાઈમ જ નથી ને.હવે તો સંબંધીઓ ફેસબુક અને વોટ્સ-એપ માં જ મળે છે ને વાતો કરે છે. એક છત નીચે બેસવા સુધ્ધા જેટલો ટાઈમ નથી. થાય એટલુ જલદી શોટૅકટ કેમ થાય ઈ પેલા ગોતશે, કેમ જડપી ટેક્નોલોજીની ગુલામી કરવી ઇ આજે શીખવા મડે છે. મોબાઈલનુ રીચૉજથી લયને પોતાનું બેંકનુ ખાતું, બધું જ ઇન્ટનેટથી ઈનસ્ટન્ટ કામ કરે.
અરે એમાય તમે જોવોને તો બધી જ બાજુએ કોમ્પીટીશન, આહાહા જેવાં તેવાંનુ તો કામ જ નય ટકી રેવાનુ. જયા જાઓ ત્યાં લાઈન જ હોય સાલ્લી. એજ્યુકેશનમાં જોવો કે કોઈ પણ કંપનીમાં જોવો કે કોઈ રાજકીય પાટીઁ  જોવો બધ કોમ્પીટીશનનો  વાઈરસ જોવા મળી જ જાય. અરે હવે તો ભગવાનમાંય કોમ્પીટીશન ચાલુ કર્યા બોસ, જો આ વખતે રીઝલ્ટ સારું આવે તો હનુમાનજી કન્ટીનયુ નહિતો ભોલેનાથ ના ચરને. શું થાશે આનું, આને તો હરી બચાવે.
ઘનાય તો એમા પણ અઘરી આઈટમ હોય, તમે ગમે એટલા સાચા હોય તોય છેવટે તો પોતાનું મનાવીને જ રે. એવા લોકો માટે તો ટેગ લાઈન હોવી જોઈ કે બી અવેર ઓફ ધેમ.
અને કેટલાક એવાય હોય કે જેને સાવ મશીનના જેવી લાઈફ હોય સાવ, પૂછો તો કે સવારે છ એ મોઁનીગ વોક હોય પછી જીમ પછી ઓફિસ કા કાઈક ધંધો પછી સાંજે વડી કાઈક નવું હોય, ફાઇનલી રાતે સૂવા માટે નવરા થાય. એમાને એમા જ આખી જીંદગી કાઢી નાખે. પોતે શું છે શું ગમે  છે ઈ કાય નય બસ મન ફાવે ઈ કરવાનું ? શું આ જ લાઈફ છે? છી! આઈ હેટ ઈટ, રીઅલી હેટ ઈટ. વો જિંદગી ભી કયા જિંદગી હે જો ખુશી સે ના જી જાય ઓર અપની મરઝી સે ના જી જાય બાબુ મોશાય! 
આધુનિક જિંદગીમાં જેમ ઉન્નતિ થય છે ,એમ માણસ મુક્ત મને વિચારવા અને તેને અમલ માં મુકવા પણ કેપેબલ હોવો જોઈએ. તો જ દેશ અને દુનિયા તરકી કરશે. આત્મપ્રેરણ અને આત્મજાગૃતિ જ એકવીસમી સદીમાં ટકી રેવા માટે જરુરી છે.
અને બાકી આધુનિક યુગના આધુનિક માણસોને કાઈ કેવાય તો નય, પછી તો હમ અપની મરજી કે માલિક , તુમ કોન હોતે હો કેહને વાલે…!!! એવા લોકો માટે , જય જિનેન્દર!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s